ન્યુ જર્સી પોપ્યુલેશન હેલ્થ કોહોર્ટ સ્ટડી ૨૦૨૨માં શરૂ કરવામાં આવી હતી જેનો ઉદેશ્ય જીવનની ઘટનાઓ અને તાણ આરોગ્યને કેવી રીતે અસર કરે છે,ખાસ કરીને ઐતિહાસિક રીતે વંચિત જૂથો,બહુ-જનરેશનલ પરિવારો અને ઇમિગ્રન્ટ જૂથોમાં કેવી રીતે અસર કરે છે તેની સમજને સુધારવા માટે છે. અભ્યાસનો સર્વોચ્ચ ધ્યેય ન્યુ જર્સી અને તેનાથી આગળ વસ્તીના આરોગ્ય,સુખાકારી અને આરોગ્ય સમાનતામાં સુધારો કરવા માટે વ્યવહારુ,કાર્યક્ષમ માહિતી પ્રદાન કરવાનો છે.
શું છે NJCOHORT?
કોહોર્ટ અભ્યાસ ન્યૂ જર્સીના ૧૪ વર્ષ અને તેથી વધુ ઉંમરના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરશે અને તેમાં ઇમિગ્રન્ટ્સના મોટા જૂથો, બહુ-પેઢીના ઘરોના લોકો અને લઘુમતી અને ઓછી આવક ધરાવતા રહેવાસીઓનો સમાવેશ થશે. અસ્તિત્વમાં જે ડેટા છે તે ડેટા ઇમિગ્રન્ટ પેટાજૂથો દ્વારા વસ્તી વિશિષ્ટ આરોગ્યના સામાજિક અને સાંસ્કૃતિક નિર્ધારકોને સમજવા માટે માહિતી પ્રદાન કરતું નથી. હાલના ડેટા સ્ત્રોતોમાં રહેલ અવકાશને ભરવા માટે, સમૂહ અભ્યાસનો હેતુ સમુદાયની જરૂરિયાતો, તાણ, શક્તિઓ અને આરોગ્યને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે સમય જતાં ડેટા એકત્રિત કરવાનો છે.
તારણો વસ્તી આરોગ્ય અને આરોગ્ય સમાનતામાં સુધારો કરવા માટે વ્યવહારુ, કાર્યક્ષમ માહિતી પ્રદાન કરશે.સહભાગીઓને વ્યક્તિગત અથવા ટેલિફોન ઇન્ટરવ્યુમાં ઊંડાણપૂર્વક ભાગ લેવા માટે કહેવામાં આવશે. કેટલાક સહભાગીઓને લોહીના નમૂનાઓ/બાયોમાર્કર્સ અને શારીરિક પ્રવૃત્તિનો ડેટા સબમિટ કરવાનું કહેવામાં આવશે. અમે તમારી માહિતીને અન્ય ડેટા સ્ત્રોતો સાથે લિંક કરવાની પરવાનગી માટે પણ વિનંતી કરીશું.
આ અભ્યાસ ડૉ. જોએલ કેન્ટોર, પ્રતિષ્ઠિત પ્રોફેસર, એડવર્ડ જે. બ્લાઉસ્ટિન સ્કૂલ ઓફ પ્લાનિંગ એંડ પબ્લિક પોલિસી, રટગર્સ યુનિવર્સિટી ના નિર્દેશન હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. તેમની ઓફિસ ૧૧૨ પેટરસન સ્ટ્રીટ, ન્યૂ બ્રુન્સવિક, એન જી ખાતે આવેલી છે. આ અભ્યાસ માટે ભંડોળ રોબર્ટ વુડ જોહ્ન્સન ફાઉન્ડેશન અને રુટગર્સ યુનિવર્સિટી દ્વારા પ્રદાન કરવામાં આવે છે.